મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામ નજીક માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કર ચાલક દ્વારા કેશુભાઈ હેમુભાઈ પીપળીયા ઉ. ૪૦, રે. ઝીકિયારી ગામ વાળને હડફેટ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ત્યાં તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ઘટના અંગે પોલીસે પાણીના ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.