ત્રણ વર્ષ પૂર્વેની ઘટનામાં પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ મોરબી : મોરબીમાં ચકચારી બનેલ પ્રેમ પ્રકરણમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાની ઘટના અંગેનો કેસ ચાલી જતા નામદાર અદાલતે પુરાવાના અભાવે ચાર આરોપીનો નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત જોઈએ તો ત્રણેક વર્ષ પૂર્વે ફરિયાદી સોબત સુરતાનભાઈ મછરીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૪ - ૦૯ - ૨૦૧૫ના રોજ ફરિયાદીના ભત્રીજા સુરેશ ઉર્ફે સુરિયાને આરોપીની દીકરી સાથે પ્રેમ પ્રકરણ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદીના ભાઈ જગવાનભાઈ સુરતાનભાઈ મછરીયાને તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ ઝીંકી હત્યા નીપજાવી હોય જે મામલે આરોપી હાબુ ઉર્ફે રમેશ જોરસિંગ, કુંદન બાઈસિંગ, મગન ઉર્ફે કારીયા જેતુભાઈ અને તોપસિંગ બીલામ આદિવાસી રહે બધા મોરબી સનોરા સિરામિક વાળાની પોલીસે અટકાયત કરી હતી અને હત્યા અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના વકીલે દલીલો કરી હતી જેમાં સ્વતંત્ર કહી શકાય તેવા પંચ સાહેદોએ બનાવની હકીકતને સમર્થન આપ્યું નથી અને ફરિયાદ પક્ષે જોનાર સાક્ષી રજુ થયેલ નથી તેમજ મરણ જનાર સુરેશને આરોપી તોપસીંગ બીલામની બહેન ભુરીબેન સાથે એક તરફી પ્રેમ સંબંધ હતો મરણ જનાર અને તોપસિંગ વચ્ચે ઝઘડો થયો તે પુરવાર થયું નથી અને ફરિયાદ પક્ષે કુલ છ આરોપીના નામ શકમંદ તરીકે આપેલ જયારે તહોમતદારો તરીકે કુલ ચાર આરોપીના નામો દર્શાવવામાં આવ્યા હતા. જેથી ફરિયાદી પક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવાથી તહોમતદાર વિરુદ્ધ પોતાનો કેશ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એવો સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે નિર્દોષને સજા થવી જોઈએ નહિ નિર્દોષને સજા કરવાથી ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જાય છે અને સમાજમાં વિપરીત અસર પડે છે જે તમામ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેનભાઈ અગેચણીયા, રમેશ ચાવડા, નર્મદાબેન ગડેશીયા, સુનીલ માલકિયા, જે.ડી.સોલંકી અને વિવેક કે.વરસડા રોકાયેલ હતા.