લગ્નમાં દેખા - દેખી ખોટા ભભકા બંધ કરી ખર્ચ બચાવવા પ્રેરણાદાયી પહેલ મોરબી : ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ! હા... બિલકુલ આ ઉક્તિ મુજબ જ મોરબી પાટીદાર સમાજમાં ઉમિયા સમૂહ લગ્ન સમિતિના મહત્વના સુચનને આવકારી સગાઈ, લગ્ન, ગોળધાણા, જલ, કંકુપગલા, અને ભભકાદાર લગ્ન કરવાની પ્રથાને તિલાંજલિ આપી સગાઈ લગ્ન બધું એક જ માંડવે સાદાઈ પૂર્વક કરવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જેમાં જેતપર મુકામે બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા બાદ ભડિયાદ અને ઉંચીમાંડલ ગામે ત્રણ યુગલોએ પણ આ જ રિતરસમ મુજબ સમાજને પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો છે. તાજેતરમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સમૂહ લગ્નમાં બે યુગલોના ઘડિયા લગ્ન કરવવામાં આવ્યા બાદ ઉમિયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા મોરબી તાલુકાના ભડિયાદ અને ઉંચીમાંડલ ગામે ત્રણ યુગલોના સગાઈ વિધિમાં જ સાદાઈ પૂર્વક લગ્ન કરવા પ્રેરણા આપતા વર અને કન્યા પક્ષ દ્વારા આ સુચનને આવકારી ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ સંપ્પન કરવામાં આવ્યા હતા. વધુમાં ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ના ટ્રેન્ડ મુજબ ઉંચીમાંડલ ગામે બાબુભાઇ ભરતભાઇ કુંડારીયાના રૂપાલીબેન સુરેશભાઈ બાવરવા સાથે તેમજ નિકુંજ ભરતભાઇ કુંડારીયાના હિરલ માવજીભાઈ મોટકા સાથે અને મોરબી તાલુકાના ભડિયાદ ગામે રહેતા હિરેનભાઈ બાબુભાઇ ઝાલરીયાના લગ્ન સંતોષબેન રમેશભાઈ સાથે સગાઈ અને કંકુપગલાના પ્રસંગમાં જ એકદમ સાદાઈથી સ્નેહીજનોની હાજરીમાં પહેરે કાપડ લગ્ન કરી દેવમાં આવ્યા હતા. લગ્નમાં ખોટા ખર્ચ અને ભભકાદાર આયોજનો ટાળવા ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ની જેમ લગ્નપ્રસંગ નિપટાવવા મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના શિવલાલભાઈ ઓગણજા, મનુભાઈ કૈલા, ઈશ્વરભાઈ સબાપરા, મગનભાઈ આઘારા, મનજીભાઈ કાલરીયાએ સમાજને જાગૃત કરવા હાથ ધરેલા આ પ્રયાસો સફળ બની રહ્યા છે પરિણામે આવનાર દિવસોમાં પાટીદાર સમાજમાં શરૂ થયેલ આ નવતર અભિગમ અન્ય સમાજ માટે પણ અનુકરણીય રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='35542,35543']