વાંકાનેર : અર્વાચીન રસાગરબાના આયોજન વચ્ચે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં યોજાતી પ્રાચીન ગરબીમાં આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની ફી વસૂલ્યા વગર બાળાઓને સોનાની લ્હાણી ભેટ આપવામાં આવે છે. વાંકાનેરમાં બાપાસીતારામ ગરબી મંડળ શિવાજી પાર્ક ભાટીયા સોસાયટીમાં નવરાત્રીનું અદકેરૂ આયોજન કરવામાં આવે છે અને ગરબીમાં આવતી બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી ઉઘરાવ્યા વગર સોનાની વસ્તુઓ ઉપરાંત અલગ-અલગ લ્હાણી ભેટ આપવામાં આવે છે.