જિલ્લા કલેકટર માકડીયા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ મહાઆરતીનો લાભ લીધો મોરબી : મોરબીના કેનાલ રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, નગર પાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે પારિવારિક માહોલમાં યોજાતા ઉમિયા નવરાત્રી મહોત્સવમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા કલેકટર આર.જે.માંકડિયા, અધિક કલેક્ટર કેતન જોશી અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લઈ ઉમિયા નવરાત્રી મહોત્સવની આયોજકોની ટીમને અદભુત આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35504,35502,35501,35503']