નવરાત્રીના છેલ્લા દિવસે પરોઢિયા સુઘી લડી લેવા ખેલૈયાઓ મક્કમ મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે ખેલૈયાઓ માટે મેગા ફાઇનલ યોજાશે અને છેલ્લા નોરતે આજે તમામ મહિલાઓ માટે આયોજકો દ્વારા ફ્રી એન્ટ્રી રાખવામાં આવતા ખેલૈયાઓમાં અનેરા ઉત્સાહ સાથે પરોઢ સુધી લડી લેવા મન બનાવ્યું છે. શહેરના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ક્રિષ્ના ગ્રાઉન્ડમાં યોજાતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મનભરીને દાંડિયારાસ રમવાનો લ્હાવો લીધો છે જેમાં આજે છેલ્લા નોરતે આયોજકો દ્વારા તમામ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છ અને સાથે સાથે મેગા ફાયનલ પણ યોજવામાં આવ્યો હોય ખેલૈયાઓમાં ઉત્સાહ છવાયો છે. સંકલ્પ નવરાત્રીમાં ગઈકાલે જયેશભાઇ કાલરીયા, ડો.સતીશ પટેલ, દિનેશભાઇ વડસોલા, નિર્મિત કક્ક્ડ, પટેલ સમાજ વળી સનાળા વાળા રજનીભાઇ શિરવી, બાર એસોશિએશન પ્રમુખ જીતુભા જાડેજા, રઘુભા ઝાલા (પ્રમુખ રાજપૂત સમાજ ) નગરપાલિકા ટેક્સ સુપ્રિ.મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોહિલ, ગૌતમભાઈ કચોરિયાં, ભગવાનજીભાઈ કાસુન્દ્રા, કિશોરભાઈ ચંડીભમર, તથા મહિલા પીએસાઇ બગડા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંકલ્પ નવરાત્રિને કવરેજ આપવા બદલ પત્રકાર અતુલભાઈ જોશી, પંકજ સનારીયા, હરનિશ જોશી, નિલેશ પટેલ, મિલાન નાનક, મહેન્દ્રસિંહ જાડેજા, શ્રીકાંત પટેલ, રજાક બુખારી, અશોક ખરચટીયા, જનક રાજા અને રફીક અજમેરી સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35494,35495,35497,35496,35498']