મોરબી : મોરબી - માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૨૦ જાન્યુઆરીને રવિવારે મોરબી તાલુકાના રાજપર ગામેં ૨૧ માં સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઈચ્છુક પાટીદાર સમાજના યુવક યુવતીઓને નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી - માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માટે તા. ૨૩-૧૨-૧૮ સુધીમાં શનિવારે અને રવિવારે પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, એફ-૨૯, આશાપુરા ટાવર, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે નામ નોંધાવવા આયોજકો દ્વારા જણાવાયું છે. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણી શિવલાલભાઈ ઓગણજા, ઈશ્વરભાઈ સબાપરા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.