પ્રાચીન ગરબીમાં દાતા તરફથી સોનાના દાણાની ભેટ અપાઈ મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે યોજાતી પ્રાચીન ગરબીમાં દાતાઓ દ્વારા બાળાઓને સોનાના દાણાની ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત અનેક દાતાઓ દ્વારા બાળાઓને અવનવી ભાઈત સોગાદ પણ આપવામાં આવી હતી. મોરબી તાલુકાના નારણકા ગામે દર વર્ષની જેમ નવરાત્રીમાં આ વર્ષે પણ ગરબી મંડળ ની બાળાઓને દાતાઓ કપિલ નરોતમભાઇ તરફથી સોનાની લ્હાણી કરવામાં આવી હતી જેમાં જે.પી.જ્વેલર્સ તરફથી સોનાના દાણા, દિલીપભાઇ પરસોત્તમભાઇ સોની તરફથી સોનાના દાણા, અરજણભાઇ અવચરભાઇ દાવા જાનકી જ્વેલર્સ તરફથી મુખવાસદાની, સ્વ.જોશનાબેન સુરેશભાઇ ગામી સુરેશભાઇ પ્રભુભાઈ ગામી તરફથી મુખવાસદાની અને જાકરીયા, સ્વ.ગણેશભાઇ જેઠાભાઇ મેરજાના પરિવાર દ્વારા ઘડીયાળ, જય સરદાર ગ્રુપ નારણકા સલાટ કટિંગ મશીન, ભરતભાઇ જીવરાજભાઇ મોરડીયા તરફથી સ્ટીલના ડબ્બા, હસુભાઇ મોહનભાઇ કલોલા તરફથી જ્યુસ મશીન, ભગવાનજીભાઇ જીવરાજભાઇ દાવા સ્ટીલ ડીશ, યોગેશભાઇ છગનભાઇ મેરજા તરફથી સોનાના દાણા ની નવરાત્રીમાં ભાગ લીધેલ બાળાઓ તથા દિકરીઓને ભેટ આપવામાં આવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35409,35410']