અજંતા ફેકટરી નજીક અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલકને ઝડપી લેવાયો મોરબી : ગુજરાત પોલીસની ઇ - ગુજકોપ પોકેટ એપનો ઉપયોગ કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજંતા ફેકટરી નજીક અકસ્માત સર્જી નાસી છૂટેલા એક્સયુવી ચાલકને ઝડપી લીધો છે. મોરબી - રાજકોટ હાઇવે ઉપર અજંતા ફેકટરી નજીક અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલકને ઝડપી લેવા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા નજરે જોનાર સાહેદોનો સંપર્ક કરતા ઉપરોક્ત વાહન સફેદ કલરની મહીન્દ્રા xuv જેના રજી નં. BR -2712 અપુરતા મળી આવેલ હતા. ઉપરોક્ત વાહનની સીરીઝ મળી આવેલ ન હતી. જેથી ઉપરોક્ત અપુરતા નંબરો ઇગુજકોપ પોકેટ કોપ ડેટાબેઝમા મોડલ, કલર, તથા નંબર દ્વારા સર્ચ કરી એનાલીસીસ કરતા ઉપરોક્ત વર્ણન વાળી સફેદ કલરની xuv GJ-11-BR-2712 મળી આવેલ હતી તથા ઇ ગુજકોપ પોકેટ કોપ ડેટાબેઝના ઉપયોગથી વાહન માલીકનુ સરનામુ મેળવી સંપર્ક કરી ખરાઇ કરતા ઉપરોક્ત વાહન મોરબી આવેલ હોય તથા અજંતા પાસે અકસ્માત થયેલ હોવાનુ જાણાવતા વાહન ચાલક મહમદ યુસુફ ઇબ્રાહિમભાઇ શેખ રે. ઘંટેશ્વર પાર્કની સામે ૨૫ વરીયા ક્વાર્ટર બ્લોક નંબર ૧૩૧૯ રાજકોટ વાળાની ધોરણસર અટક કરી મો.સી.એ.ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં.ફર્સ્ટ.૧૦૯/૧૮ આઇ.પી.સી.૨૭૯,૩૩૭, એમ.વી.એક્ટ૧૮૪.૧૩૪,૧૭૭ નો ગુન્હો ડીટેક્ટ કરેલ હતો. આ કામગીરી પો.ઇન્સ. આર.જે.ચૌઘરી તથા પો.સ.ઇ. એમ.વી.૫ટેલ તથા એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ જાડેજા પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. રાજેશભાઇ કણજારીયા વિગેરે જોડાયેલ હતા.