મોરબી : મોરબીના જેતપર રોડ પર સીરામીક ફેકટરીમાં નિંદ્રાધીન શ્રમિક ઉપર ડમ્પર ફરી વળતા શ્રમિકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જેતપર રોડ પર આવેલ સ્લિમ સિરામિક નામના કારખાનામાં મજુરી કરતા બટનલાલ આહીરવાડ (ઉ.વ.૪૫) ગત રાત્રીના કારખાનામાં ગ્રાઉન્ડમાં સુતો હતો ત્યારે ડમ્પર નં જીજે ૦૩ એટી ૪૨૫૭ ના ચાલકે ડમ્પર રીવર્સમાં લેવા જતા બટનલાલ પર ચડી જતા મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.