ક્રિષ્નાપાર્ટી પ્લોટ ખાતે ફક્ત જ્ઞાતિજનો માટે દાંડિયારાસની આયોજન મોરબી : મચ્છુકાઠાં વ્યાસ જ્ઞાતિ મોરબી દ્વારા આ વર્ષે પ્રથમ વખત જ શરદોત્સવ ઉજવવા નક્કી કરી જ્ઞાતિજનો માટે દાંડિયારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મંડળ મોરબી દ્વારા આગમી તા.24ને બુધવાર શરદપુનમે ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી, મોરબી ખાતે રાત્રે 9:00 કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ ફક્ત જ્ઞાતિ પુરતોજ મર્યાદિત હોવાથી નિઃશુલ્ક એન્ટ્રી પાસની વ્યવસ્થા કરેલ જેથી નીચે દર્શાવેલ સ્થળ અને વ્યક્તિઓ પાસેથી પાસ મળી શકશે, પાસ મેળવતા સમયે આપનુ નામ, ગામ અને મોબાઈલ નંબર લખાવવાના રહેશે પાસનો દુરુપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે કારણકે આ શરદોત્સવ ફક્ત અને ફક્ત જ્ઞાતિજનો માટે જ રાખવામાં આવેલ છે અને ખેલૈયાઓ એ શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ ડ્રેસ મા રમવા આવવા આયોજકોએ અનુરોધ કર્યો છે. એન્ટ્રી પાસ મેળવવાના સ્થળ 1. જ્ઞાતિનું મકાન , અંબિકા રોડ, હર્ષદભાઈ વ્યાસ - 9825865405 2. વાવડી રોડ, સ્ટડી પોઇન્ટ, રાજુભાઈ કુકરવાડિયા અને હિતેશભાઈ મંડલી - 8980217755, 7285036060 3. સામેકાંઠે , ગાયત્રી પાવર લોન્ડ્રી, ગોપાલ સોસાયટી, પટેલ પાનવાળી શેરી, કલ્પેશભાઈ ઓરિયા - 9979442431 4. પંચાસર રોડ, કિલ્લોલ કિડ્સ, દેવેન્દ્રભાઈ પૈજા અને ઉપેન્દ્રભાઈ મંડલી - 9925671432,9879599238 5. જુના બસ સ્ટેન્ડ, મહારાજા ટ્રેડર્સ, ગીરીશભાઈ તથા રાજુભાઈ બોરસાણીયા - 9825865405 6. નવા બસ સ્ટેન્ડ, સૂરભી ઉર્જા, આશાપુરા ટાવર, પ્રકાશભાઈ પૈજા- 9909021620 7. નવા બસ સ્ટેન્ડ સામે , સ્કૂલ રીક્ષાસ્ટેન્ડ, રવાપર રોડ, ભરતભાઇ ધાનજા તથા મુકેશભાઈ સુરેજા -9428260242, 9913623575 8. ખાખરાળા , નવલખી રોડ, અવિનાશ પ્રવિણચંદ્ર પૈજા - 8980859691 જેથી તમામ જ્ઞાતિબંધુઓ તથા ખેલૈયાઓને પધારવા પ્રમુખ ડૉ. દિલીપજી પૈજા મહામંત્રી પ્રવિણચંદ્ર પૈજા ઉપપ્રમુખ ભરતભાઈ ધાનજા તથા કારોબારી સભ્યો મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મંડળ મોરબીની યાદીમાં જણાવાયું છે.