મોરબી : મોરબી સીટી પોલીસ લાઈન જેઈલ રોડ ખાતે આયોજિત શિવશક્તિ ગરબીમાં આજે નવરાત્રીના નવમા નોરતે બાળાઓ માહિસાસુર વધ રાસ રજુ કરશે. નવરાત્રી દરમિયાન મોરબી સીટી પોલીસ લાઈનમાં શિવશક્તિ ગરબીમાં બાળાઓ દ્વારા અવનવા રાસ - ગરબા રજુ કરવામાં આવે છે જેમાં આજે અષ્ટમીના પર્વને અનુલક્ષીને બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ માહિસાસુર વધ રાસ રજૂ કરવામાં આવશે. વધુમાં આગામી તા. ૨૦ ના રોજ સીટી પોલીસ લાઈન શિવશક્તિ ગરબીમાં માણાવદર તાલુકાના વેડવા ગામના ચામુંડા આહીર યુવક મંડળ દ્વારા લાઠીબાજી, તલવારબાજી તેમજ દાંડિયા રાસ રજૂ કરશે જેથી આ અવનવા રાસગરબા જોવા શિવશક્તિ ગરબી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.