મુખ્ય અતિથિ ડો. ટી.એસ.જોશી નિયામક જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિ વાંકાનેર : વાંકાનેર તાલુકના નાના એવા કાનપર ગામે ગ્રામજનોના સાથ સહકાર અને એકતાના કારણે નવી પ્રાથમિક શાળાનું નિર્માણ થતા ધારાસભ્ય મહંમદ જાવિદ પીર્જાદાના હસ્તે નૂતન શાળાનું ઉદઘાટન કરવાંમાં આવ્યું હતું આ તકે શાળા ના બાળકો દ્વારા અનેકવિધ કાર્યક્રમો રજુ કરાયા હતા. વાંકાનેર તાલુકાનું નાનું એવું કાનપર ગામ કે જ્યાં અંદાજિત 600 થી 700 લોકોની વસ્તી છે જ્યાં ધોરણ 1 થી 4 સુધીની અભ્યાસની વ્યવસ્થા હતી અને વધુ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને ચાર કિલોમીટર દૂર જવું પડતું હતું સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માટે સ્કૂલ બનાવવા વર્ષ 2007 થી ત્રણ વખત ગ્રાન્ટ આપવામાં આવેલ પરંતુ સ્કૂલ બનાવવા માટે જમીનની ફાળવણી ન થઈ શકતા આ ત્રણેય વખત ગ્રાન્ટ પાછી આપવી પડેલ. ત્યારબાદ ગામલોકોની આપસી સમજૂતી અને સહકારથી ચોથી વખત આવેલ ગ્રાન્ટમાંથી સ્કૂલ બીલ્ડીગ બનાવવામાં આવેલ અને ધોરણ એક થી આઠ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવેલ. સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોની મહેનત સ્વરૂપ આજે આ સ્કૂલ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સગવડતા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી શાળા બની છે આજે પરિસ્થિતિ એ છે કે એક બિલ્ડિંગ નાનું પડતા સર્વ શિક્ષા અભિયાન મિશનના સહયોગથી બીજું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. આ નાના એવા ગામની સરકારી શાળાની વિશેષતા એ છે કે ગામમાંથી એક પણ વિદ્યાર્થી ખાનગી શાળા એ જતા નથી અને આ સરકારી સ્કૂલમાંજ અભ્યાસ કરી રહ્યા છે. આ સરકારી શાળા નું મેનેજમેન્ટ, શિક્ષકો અને ગ્રામજનો હળીમળી આ સ્કૂલને ખાનગી શાળાઓને ટક્કર મારી સફળતાપ્રાપ્ત કરી બતાવેલ છે આ સ્કૂલના એસ.એમ.સી. સભ્યો ખુબજ એક્ટિવ છે અને સ્કૂલનો સ્ટાફ પણ આ સ્કૂલને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. બધા સાથે મળી એક એવી સમજૂતી કરી છે કે આપણા ગામનું કોઈ બાળક ખાનગી શાળામાં ન જવું જોઈએ તેમને શ્રેષ્ઠ શિક્ષણ અહીં જ મળશે, જે એક પ્રેરણાદાયક કાર્ય છે. આવું નાનું એક ગામ આવું સરસ પ્રેરણાદાયક કાર્ય કરતું હોય ત્યારે તેમને બિરદાવવા ટી. એસ.જોશી કે જેઓ ગાંધીનગર ખાતે જી.સી.ઈ.આર.ટી. નિયામક તરીકે ફરજ બજાવે છે તેઓ ખાસ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી ગામ લોકોને પ્રોત્સાહિત કરેલ છે જો દરેક ગામ અને દરેક સરકારી સ્કૂલના શિક્ષકો આ સ્કૂલ પાસેથી બોધપાઠ લે તો ખાનગી શાળા ને ટક્કર મારે તેવી આપણી સરકારી શાળાઓ બને. આ નવા બનેલ સ્કૂલ સંકુલના ઉદઘાટન કાર્યક્રમમાં આ ગામની સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઇ મહંમદી લોકશાળા ચંદ્રપુરના નિવૃત આચાર્ય અબ્દુલભાઈ શેરસીયા કે જેઓની વર્ષ 2016/17 માં શ્રેષ્ઠ ટીચર તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ તેમનું સન્માન કરેલ.હતું. ઉદ્ઘાટન પ્રસંગે સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ આકર્ષક કલાકૃતિઓ, નાટકો, અંગ કસરતો, ગીતો અને સ્પીચ આપી સૌ કોઇને આશ્ચર્ય ચકિત કરેલ કે આટલા નાના એવા ગામના વિદ્યાર્થીઓમાં પણ અદભૂત ટેલેન્ટ હોવાનું સાબિત કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભનો સંપુર્ણ ખર્ચ ગ્રામ લોકો દ્વારા કરવામાં આવેલ છે. જ્યારે ગામના લોકોમાં સંપ, શાંતિ અને કંઈક નવું કરવાની ભાવના હોય ત્યારે કુદરત પણ તેને સહકાર આપે છેતે સાબિત કરી બતાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35077,35080,35079,35076,35081']