રહેણાંક મકાનમાં જુગાર કલબ ચાલતી હોવાથી બી - ડિવિઝન પોલીસે દરોડો પાડી છ ને ઝડપી લીધા મોરબી : મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીને આધારે બી - ડિવિઝન પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ૧.૧૦ લાખ રોકડા રૂપિયા સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ ધર્મમંગલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમી મળતાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા (૧)રાજેશભાઇ મોહનભાઇ પરમાર, ઉવ ૩૨ રહે મહેન્દ્રનગર સી.એન.જી પંપ સામે આનંદનગર મોરબી ૨ (૨)ચેતનભાઇ જેનંતીભાઇ કાવર, ઉવ ૨૫ રહે મહેન્દ્રનગર આનંદ એપાર્ટ્મેન્ટ ફ્લેટ નંબર ૨૦૨(૩)સુનીલભાઇ રમેશભાઇ જસાપરા, ઉવ ૨૫ રહે રવાપર ગામ બોનીપાર્ક ફલેટ નંબર ૪૦૨ મુળ રહે કિડી તા હળવદ જી મોરબી (૪)અશ્વીનભાઇ મગનભાઇ પટેલ, ઉવ ૨૬ રહે ધર્મમંગલ મહેન્દ્રનગર (૫)ભરતભાઇ ચતુરભાઇ વરમોરા, ઉવ ૩૩ રહે મહેન્દ્રનગર વિશ્વનાથ કાટાં સામે મોરબી ૨ મુળ ગામ સરા તા મુળી જી સુ.નગર તથા (૬)પરેશભાઇ નાનજીભાઇ થળોદા જાતે પટેલ ઉવ ૨૮ રહે ખરેડા નીશાળની બાજુમા તા. જી. મોરબીવાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા ૧.૧૦ લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જુગાર રમાડી કાળી કમાણી કરવા હરેશભાઇ પટેલના રહેણાક મકાનમા બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઊઘરાવી ગંજીપતાના પાના પૈસા વતી તીનપતી નો નશીબ આધારીત જુગાર રમાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા તમામ સામે જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે.