મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાકઁના ઉમિયા યુવક ગરબી મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ વિદ્યાલય મોરબીની બાળાઓને રસ ગરબે રમાડવામાં આવી હતી. મોરબીના વાવડી રોડ રાધાપાકઁ આયોજીત ગરબીમાં દર વર્ષે વિકાસ વિદ્યાલની બાળાઓને ખાસ આમન્ત્રણ પાઠવી પાંચમા નોરતે બાળાઓને રાસ રમાડવામાં આવે છે. જેમાં ગઈકાલે વિકાસ વિદ્યાલયની બાળાઓ ખાસ મહેમાન બની હતી અને ગરબે ઘૂમી હતી બાદમાં ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35002,35003']