મોરબી : મોરબી પોલીસે ગઈકાલે રાજેશભાઇ ખોડાભાઇ પીઠકા ઉવ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.શકત શનાળા વાળાને પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળી ટોયટા કંપનીની ઇનોવા કાર જેના રજી.નંબર જીજે ૦૩ એચ.કે.૧૩૫૨ જેની કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦ વાળી લઈને જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.