નવરાત્રી ઉત્સવમા વિકાસ વિદ્યાલયની ૧૩૦ બાળાઓ ગરબે ઘૂમી : નાસ્તો કરાવી તમામ બાળાઓને લ્હાણી સ્વરૂપે ભેટ અપાઈ મોરબી : હરહંમેશ પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો જનસુરક્ષાની સાથે સમાજસેવા પણ કરી રહ્યા છે જેમાં મોરબી તાલુકા પોલીસ લાઈનમાં યોજાતી પ્રાચીન ગરબીમાં પ્રથમ નોરતે વૃધ્ધાશ્રમના વડીલોને ગરબે રમાડી ૪૬ હજારની ભેટ આપ્યા બાદ ગઈકાલે વિકાસ વિદ્યાલયની બાળાઓને રાસગરબા રમાડી રૂ.૨૫ હજાર લ્હાણી સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા. મોરબી શહેરમા નવરાત્રી દરમિયાન ઠેર - ઠેર ગરબીનુ આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે છેલ્લા ૨૫ વર્ષથી મોરબી તાલુકા પોલીસલાઈનની ગરબીમા મોરબી જીલ્લા પોલીસ દ્વારા આ વર્ષે નવતર આયોજન કરવામાં આવ્યુ છે જેમા પ્રથમ નોરતાથી નવ નોરતા સુધી જે આખુ વર્ષ પોલીસ પ્રજા માટે સેવા સુરક્ષા પુરી પાડે છે એ જ પ્રકારની પ્રવૃતિઓ નવરાત્રી દરમ્યાન કરી માતાજીની ખરા અર્થમાં ભક્તિ કરવાનુ નકકી કર્યુ છે અને તાલુકા પોલીસલાઈન ખાતેની ગરીબને પ્રજાએ 'મોરબી જીલ્લા પોલીસની ગરબી' એવો નવતર શબ્દ પ્રયોગ કરી નામકરણ પણ આપી દીધુ છે. નવરાત્રીમાં પ્રથમ નોરતે મોરબી જીલ્લા પોલીસ ગરબી આયોજનમાં વૃધ્ધાશ્રમના વૃધ્ધોને લાવવામા આવ્યા હતા અને તેઓને ગરબે ઘુમાવી આગતા સ્વાગતા કરી લગભગ ત્રણેક કલાકમાં ૪૬૦૦૦ રૂપીયાનુ જંગી દાન દાતાઓ દ્વારા આપવામા આવ્યુ હતુ તો ગઈકાલે વિકાસ વિદ્યાલયની ૧૩૦ બાળાઓને ગરબે ઘુમાવી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ, પીઆઈ આર.કે. ઝાલા, પીએસઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ જે.ડી.ઝાલા, પીએસઆઈ પી.આર.વાઘેલા, પીએસઆઈ એસ.એ.ગોહીલ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ બાળાઓને નાસ્તો કરાવી તાલુકા પોલીસ લાઈનમાં નવરાત્રીના મહેમાન બનવા માટે લ્હાણી સ્વરૂપે ૨૫૦૦૦ રોકડ નુ દાન કરવામા આવ્યુ હતુ. જો કે પ્રજામા મોટા ભાગે પોલીસની છબી હરહંમેશ ખરડાયેલી રહી છે જે વાતથી બધા લોકો વાકેફ છે ત્યારે મોરબી પોલીસે નવરાત્રી તહેવારને દાનમા ફેરવી નાખ્યો છે ખાસ કરીને યોગ્ય જગ્યાએ દાન કે જેનાથી એક પરિવર્તન શીલતા જળવાઈ રહેવી જોઈએ અને મોરબી પોલીસની આ માનવતાને મોરબી પ્રજાએ વખાણી છે આથી મોરબી જીલ્લા પોલીસની ગરબી નામકરણ પણ આપી દીધું છે સાથે મોરબી પોલીસે પણ ખરેખર પ્રજાના મિત્ર છે એ વાત સાબિત કરી દીધી છે. ત્યારે પ્રજા પોલીસ વિશે ગમે તેમ બોલી શકે લખી શકે એ તેનો હકક છે પરંતુ જ્યારે પોલીસ આવી કામગીરી કરે ત્યારે આ કામગીરીને વખાણવીએ પણ પ્રજાની ફરજ બને છે જો કે મોરબી જીલ્લા પોલીસની ગરબી એ સમગ્ર જીલ્લા અને પોલીસબેડામા ખૂબ જ લોકચાહના મેળવી રહી છે.