મોરબી : મોરબીના વિશિપરામાં આવેલ મદીના સોસાયટીમાં ભરવાડ શખસે જુના મનદુઃખનો ખાર રાખી ઝગડો કરી વચ્ચે પડેલા સાહેદને માથામાં ધોકો ફટકારી દેતા ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જુસબભાઇ ગફુરભાઇ જામ, રહે. વિશીપરા મદિના સોસાયટી, બીલાલી મસ્જીદવાળી શેરી મો.ન ૬ વાળાને સુનીલભાઇ મુળુભાઇ ભરવાડ અને અજાણ્યા બે માણસોએ વિના કારણે માથામાં ધોકો અને પાઇપ મારતા ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વધુમાં આ ઘટનામાં ફરિયાદી જુસબભાઈ ગઈકાલે હમીદભાઇ સામતાણી સાથે વાતો કરતા હતા તે વખતે સુનીલભાઇ મુળુભાઇ ભરવાડ તથા તેમની સાથે બે અજાણયા આરોપી ઓએ હમીદભાઇ સાથે જુના મન દુખ ના બાબતે ગાળો આપી લાકડાના ધોકા તથા પાઇપથી મારવા જતા જુસબભાઈ છોડવવા વચ્ચે પડતા તેમને માથામા તથા ડાબા હાથ મા ઇજાઓ કરી હુમલાખોરો નાશી ગયા હતા, આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.