ટીમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર પર ઠેર ઠેરથી અભિનંદન વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી હાઈસ્કૂલની ટીમે રાજ્યકક્ષાની ડોઝ બોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તૃતીય ક્રમાંક હાંસલ કર્યો છે. ત્યારે આ સિદ્ધિ બદલ શાળા પરિવાર પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય સંચાલિત ગુજરાત રાજ્ય કક્ષાની ડોઝ બોલ અંડર 19 બહેનોની સ્પર્ધા જૂનાગઢના માણાવદર મુકામે યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવાદરની શાળા એસ.એમ.પી.હાઈસ્કૂલની ટીમે સમગ્ર રાજયમાં તૃતીય સ્થાન મેળવીને સમગ્ર શાળા પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે . મોરબી જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણા બહેન તેમજ એ.પી.ઓ. બી.એસ. નાકીયાએ મોરબીનું ગૌરવ વધારનાર ખેલાડી તેમજ શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ખેલાડીઓને શાળાના આચાર્ય બાદી તેમજ ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સ્ટાફગણે ટીમને અભિનંદન પાઠવ્યા હતા.