પોલીસે રૂ. ૩૭,૯૦૦ની રોકડ જપ્ત કરી ટંકારા : ટંકારાના લજાઈ ગામે જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે રૂ. ૩૭,૯૦૦ની રોકસ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના લજાઈ ગામે વિશાલ પોલીપેક સામે કરીયાણાની દુકાન બહાર જુગાર રમતા મનસુખ જીવા બાંભણીયા, ભગીરથસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ હકુભા ઝાલા, રાજેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા, ચમનભાઈ સવજીભાઈ પનારા અને ભરતભાઇ રણછોડભાઈ સીતાપરાને પોલીસે રોકડ રૂ. ૩૭,૯૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.