મોરબી : મોરબીના જોધપર ગામના સરપંચ પાસે એક શખ્સે લખાણ વગરનું કોરૂ લેટરપેડ માગ્યુ હતું. ત્યારે સરપંચે આ લેટરપેડ આપવાની ના કહેતા શખ્સે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મોરબીના જોધપર ગામના રહેવાસી મુકેશભાઈ મનજીભાઈ બરાસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ જોધપર ગ્રામ પંચાયતના સરપંચ છે. તેઓ પાસેથી વિપુલ ભગવાનજી રાજપરાએ લખાણ કર્યા વગરનું કોરુ લેટરપેડ માંગ્યું હતું. ત્યારે તેઓએ આ લેટરપેડ આપવાની ના કહેતા વિપુલ રાજપરાએ તેઓને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરપંચની ફરિયાદ પરથી પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.