મોરબી : મોરબી પાલિકાના વોર્ડ નં. ૨ની પેટાચૂંટણી માટે આજે ભાજપના રાજુલબેન મહેશભાઈ પરમારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૨ ના પેટા ચૂંટણી જંગમાં ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રવજીભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. અને આજે ભાજપના રાજુલબેન મહેશભાઈ પરમારે પોતાના સમર્થકો સાથે ઉપસ્થિત રહી ૧૨.૩૯ મિનિટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.