મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ડો. બળવંતભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ ડો. બળવંતભાઈને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ ખાતે યોજાયેલી મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ડો. બળવંતભાઇ એન. પંડ્યા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેઓ છેલ્લા ૪૮ વર્ષથી શહેરના વાઘપરા મેઈન રોડ પર આરોગ્ય નિકેતન નામનું કલીનીક ચલાવે છે. ૭૦ વર્ષની જૈફ વયે પણ યુવાન જેવી ચપળ સ્ફૂર્તિ ધરાવીને આ ઉંમરે પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે.