મોરબી : મોરબીમાં મુરલીધર ફાઉન્ડેશન દ્વારા આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે તલાટી અને જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગ માટે આગામી તા. ૧૪ના રોજ ૧૦:૩૦ કલાકે પરીક્ષા યોજાશે. પરીક્ષાનું સ્થળ મુરલીધર ફાઉન્ડેશન, ગોકુલ પાર્ટી પ્લોટની સામે, વાવડી રોડ રહેશે. આ તાલીમ વર્ગમાં પ્રવેશ માટે કુલ ૨૦૦ અરજીઓ મળી છે. જેમાંથી ૬૦ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષામા ૧૦૦ માર્કનું પેપર ૧ કલાકની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે. અડધી કલાક અગાઉ પરીક્ષા સ્થળે પહોંચી જવાનું વિદ્યાર્થીઓને જણાવાયું છે. વધુ વિગત માટે મિહિરભાઈ કુંભરવાડિયા મો.નં. ૮૦૦૦૦ ૦૫૨૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.