જોખમી ખાડો ખુલ્લો રાખનાર કોન્ટ્રાક્ટરને બેદરકારી ભારે પડી વાંકાનેર : આપણી જૂની કહેવત ખાડો ખોદે તે પડે ઉક્તિ વાંકાનેરમાં ખોટી પડી છે, રેલવે કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી રેલવે બ્રિજનો ખાડો ખુલ્લો રાખતા અકસ્માતે યુવાન આ ખાડામાં પડતા બેદરકારી રાખવા સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં ભાટિયા સોસાયટી નજીક રેલવે બ્રિજ બનાવવાના કામમાં કોન્ટ્રાકટર શાંતિલાલ નામની વ્યક્તિએ જોખમી રીતે કામ કરી બ્રિજનો પાયો ખુલ્લો રાખતા આ ખાડામાં શાહીલભાઈ અનવરભાઈ પરાસરા પડી જતા આ મામલે તેમના પિતા અનવર હુશેનભાઇ અબ્દુલરહીમભાઇ પરાસરા, ઉવ.૫૨ ધંધો-ખેતી રહે. વિડી-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબીવાળાએ કોન્ટ્રાકટર શાંતીભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે જાહેર માર્ગમાં ભય ઉભો કરી બીજાની જિંદગી કે શારીરીક અસલામતી જોખમાય તે રીતે ખુલ્લો સેફ્ટી વગરનો ખાડો (પાયો) ખુલ્લો રાખતા આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી કોન્ટ્રાકટરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.