યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહન : આજથી ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રારંભ મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી સર્વધર્મ સમભાવની ભાવના સાથે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનો જાજરમાન પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહનરૂપી ડેઇલી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફક્ત રૂપિયા 50માં બહેનો રાસગરબા રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવી દરરોજ ખેલૈયાઓને અવનવા ઇનામો આપવાની જાહેરાત કરવાંમાં આવી છે. મોરબીમાં સામાજિક તેમજ સેવાકિય કાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ તા.10 થી 18 સુધી યોજાશે જેમાં જાણીતા કલાકારોના સથવારે ખેલૈયાઓને અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે નવે નવ દિવસ પ્રાચીન અર્વાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવશે.જેમાં મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહનરૂપી ડેઇલી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફક્ત રૂપિયા 50માં બહેનો રાસગરબા રમી શકેશે.