પાસના કાર્યકરને મદદ કરવાનું આ પરિણામ મળ્યું : ઘનશ્યામભાઈ જાકાસાણીયા : કાનૂની લડત આપશે મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ વિરુદ્ધ મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ નોંધાવેલ ફરિયાદને પગલે આજે કોંગી આગેવાન વિશાળ ટેકેદારવર્ગને સાથે રાખી તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા પરંતુ તપાસનીશ અધિકારીએ હજુ તપાસના કાગળો બાકી હોય અટકાયત કરી ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાસ કન્વીનર મનોજ પનારાની ઓડિયો કલીપ વાઇરલ કરી પોતાને જાનથી મારી નાખવાની ધમકી મામલે તાલુકા પોલીસ મથકમાં કોંગી આગેવાન ઘનશ્યામ જાકાસણીયા અને સંજય સુરાણી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદને પગલે આજે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસાણીયા મોરબી તાલુકા પોલીસ મથકમાં સામેથી હાજર થયા હતા પરંતુ તપાસનીશ પોલીસ અધિકારી પીએસઆઇ એસ.એ.ગોહિલે હજુ ફરિયાદ સંદર્ભે તપાસ બાકી હોય બન્ને આરોપીઓની અટકાયત કરી ન હતી. ઉલ્લેખનીય છે કે,વિશાળ ટેકેદાર વર્ગને સાથે રાખી જાકાસાણીયા પોલીસ મથકે હાજર થયા હતા ત્યારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગત તા. 29 ના રોજ મોરબીમાં પાસની સભા બાદ રાજ સંઘાણી નામના યુવાનને અકસમાત નડતા તેઓએ આર્થિક મદદ કરતા આ બાબતની પોસ્ટ સોશિયલ મીડિયામાં સંજય સુરાણીએ મુક્ત મનોજ પનારાના પેટમાં તેલ રેડાયું હતું અને બેફામ ગાલી ગલોચ કરી હતી જેથી આ મામલે તેઓ હાર્દિક પટેલના બગથળા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ફરિયાદ કરવા પહોંચતા પોતાની પોલ છતી થશે તેવા ભયને કારણે મનોજ પનારાએ તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ મથકે હાજર થવા આવેલા ઘનશ્યામભાઈ જાકાસણીયા સાથે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને ટંકારા તેમજ મોરબીના પાસ કમિટીના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. અંતમાં ઘનશ્યામભાઈ જાકાસાણીયાએ ધારાસભાની ટિકિટ અને અન્ય બાબતોના આરોપોનો છેદ ઉડાવી મનોજ પનારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34462,34463,34461']