શહેરના વાલ્મિકીવાસમાં બનેલી ઘટનામાં એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા વેપારી પાણી યારા થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે રાત્રે વાલ્મિકીવાસમાં ગ્રાહકે પાણી કેમ મોડું આપવા આવો છો તેમ કહેતા જ ધંધાર્થીએ ઉશ્કેરાઈ જઈ પાણીના બાટલાનો છૂટો ઘા મારતા મહિલાને ઇજા પહોંચી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાલ્મિકીવાસમાં રહેતા મધુબેન ભીખાભાઇ મકવાણા ઉ.પપ ને ત્યાં પીવાનું પાણી આપવા ગયેલા વોટર સપ્લાયર્સના માણસો પાણીની બોટલો મુકવા આવે છે જેમાં ગઈકાલે રાત્રીના નવેક વાગ્યા બાદ વોટર સપ્લાયર્સના માણસો રાજુ સતવારા તથા તેની સાથે એક અજાણ્યો માણસ પાણીની બોટલો મુકવા તેઓના ઘેર આવ્યા હતા. આ સમયે મોડી રાત્રીના નવેક વાગ્યે પાણીની બોટલો આવતી હોય મધુબેને અને તેના પુત્ર સુનિલે કેમ મોડી રાત્રે પાણીની બોટલો આપવા આવો છો થોડા વહેલા આવો તેમ કહેતા જ રાજુ સતવારા અને તેની સાથેના અજાણ્યો ઇસમ ઉશ્કેરાઇ ગયા હતા અને અજાણ્યા ઇસમે પાણી ભરેલ બોટલ સુનિલને મારવા જતા મધુબેન વચ્ચે પડતા તેઓને અંગુઠાના ભાગે ફ્રેક્રચર જેવી ઇજાઓ થઇ હતી. ઉપરાંત રાજુ અને અજાણ્યા માણસે સુનિલને ઢીકાપાટુનો માર મારી લોખંડનો પાઇપ બતાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા મધુબેને સીટી એ-ડીવીઝન પોલીસ માથકમાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.