લજાઈ અવધ ઓનેસ્ટ હોટલ દ્વારા ખેલૈયાઓની સુવિધા માટે અવનવા નાસ્તાની વેરાયટી મોરબી : મોડી રાત્રી સુધી ગરબે ઘૂમ્યા બાદ મોરબીના ખેલૈયાઓને સતાવતી પેટપુજાની ચિંતા કરી મોરબીની અવધ ઓનેસ્ટ હોટેલ લજાઈ દ્વારા અડધી રાત્રે પણ ગરમા -ગરમ ગાંઠિયા,જલેબીથી લઈ ખમણ,સમોસા,પાઉંભાજી,પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા,જ્યુસ,ચા, કોફી અને બીજું ઘઉં બધું ઉપલબ્ધ રહેશે. આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે દરવર્ષે મોડીરાત્રી સુધી ગરબે ઘુમતા મોરબીના શોખીન ખેલૈયાઓને અડધી રાત્રે ડિલિશિયસ નાસ્તો કરવા ક્યાં જવું તેણીઓ ચિંતા સતાવતી હોય છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી મોરબીના રંગરસીયા ખેલૈયાઓ માટે હવે શહેરની ભાગોળે લજાઈ ચોકડી નજીક આવેલી અવધ હોટેલ ખાતે મધ્યરાત્રિનું ખાસ મેનુ ખેલૈયાઓ માટે રજુ કરવાં આવ્યું છે. અવધ ગ્રુપના દેવાયતભાઈ હેરભાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન મોરબીના ખેલૈયાઓ માટે રાત્રીના 12 વાગ્યા સુધી પંજાબી, ચાઈનીઝ મેનુતો ઉપલબ્ધ છે જ પરંતુ ત્યાર બાદ રાત્રીના 12 વાગ્યા પછી ગરમા -ગરમ ગાંઠિયા,જલેબીથી લઈ ખમણ,સમોસા,પાઉંભાજી,પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા,જ્યુસ,ચા, કોફી અને બીજું ઘણુ બધું ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે....તો ચાલો આજે જ જઈએ અને લોન્ગ ડ્રાઈવની સાથે ક્રન્ચી અને ડિલિશિયસ અવધ મેનુનો સ્વાદ માણવા.....