ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતા વિવિધ ગામોના સરપંચો ધ્વરા 90 દિવાસ પાણી આપવાની માંગ દોહરાવાઇ મોરબી : મોરબી જિલ્લામાં ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા મોરબી તાલુકાના છેવાડાના ભાગના ગામડાઓને નહેરમાંથી સિંચાઇનું પાણી ન મળતા આજે ખેડૂતોએ ગાંધીનગર દોડી જઈ નર્મદા નિગમના ચેરમેનને રજુઆત કરી ખેડૂતોને બચાવવા માટે 90 દિવસ પાણી આપવા માંગણી ઉઠાવી હતી. મોરબી જિલ્લામાં ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતા મોરબી તાલુકાના સાદુળકા, નવા- જુના નાગડાવાસ સહિતના સંખ્યાબદ્ધ ગામોને ચાલુ વર્ષે નર્મદા કેનાલમાંથી પાણી મળવામાં મુશ્કેલી થી રહી છે ખાસ કરીને કેનાલના ટેઈલ ભાગમાં આવેલા ગામોમાં પૂરતું પાણી મળતું ન હોવાથી ખેડૂતોને નબળા ચોમાસા બાદ બીજો ફટકો સિંચાઈનો પડ્યો છે. આ સંજોગોમાં આજે મોરબી તાલુકાના ખેડૂતો દ્વારા બ્રાહ્મણી સાદુળકા થી શરૂ કરી ધ્રાંગધ્રા કેનાલ મારફતે છેવાડાના તમામ ડેમોમાં 1-11-2018 થી 90 દિવસ માટે પાણી આપવા માંગ કરી નર્મદા નિગમના ચેરમેન સમક્ષ ખડૂતોના હિતમાં જલ્દીથી નિર્ણય કરી કેનાલના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા માંગ ઉઠાવી હતી.