ભારત -વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ ક્રિકેટમેચ દરમિયાન મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીના સ્ટુડન્ટોને પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો મોરબી : ભારત વે -સ્ટઇન્ડિઝની ટીમ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટેસ્ટમેચ દરમિયાન મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીની ઉગતી પ્રતિભા સમાન બે સ્ટુડન્ટોને વેસ્ટ ઇન્ડિઝની ટીમના સ્ટાર ક્રિકેટરો સાથે પ્રેક્ટિસ કરવાનો મોકો મળતા બન્ને વિદ્યાર્થીઓએ પરસેવો પાડી સ્ટાર ક્રિકેટરો પાસેથી મહામૂલી ટિપ્સ મેળવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ભાવિ ક્રિકેટરો તૈયાર કરતી એક્સેલ ક્રિકેટ એકેડમીના ઉત્સાહી બે ખેલાડીઓને રાજકોટ ખાતે રમાયેલ ભારત -વેસ્ટ ઇન્ડિઝ ની ટિમ વચ્ચેના ટેસ્ટમેચ દરમિયાન પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો હતો જેમાં વિશાલ ભીમાંણી અને મનન મહેતા નામના ખેલાડીઓએ એક્સેલ ક્રિકેટ એકેડમીના પ્રયાસોને પગલે પ્રેક્ટિસ કરવાનો સોનેરી મોકો મળતા બન્ને ઉગતી પ્રતિભાઓએ પરસેવો પાડી પોતાની બહેતરીન રમતનું પ્રદર્શન કર્યું હતું,મોરબીના બન્ને ખેલાડીઓને આવો ગોલ્ડાન ચાન્સ મળતા તેમના કોચ નિશાંત જાનીએ મોરબીનુ ગૌરવ વધારવા બદલ ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34385,34387,34386']