વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૫૦૦ જેટલા ખેલૈયા ગરબે ઘૂમ્યા : લાખેણા ઇનામો અપાયા મોરબી : મોરબીની વાઈબ્રન્ટ ડાન્સ એકેડમી દ્વારા પ્રિ નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં ૫૦૦ થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી મન ભરીને રાસોત્સવ માણ્યો હતો. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ પ્રિ નવરાત્રી મહોત્સવમાં મોરબીના ખેલૈયા મન મૂકી ને ગરબે ઘૂમ્યા હતા જેમાં ખેલૈયાઓને પ્રીન્સ પ્રિન્સસ , બેસ્ટ એકશન , બેસ્ટ ડ્રેસ, જેવા ઇનામ આપવામાં આવ્યા હતા... વિજેતા ખેલૈયાઓ ને ગિફ્ટ અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. વાઈબ્રન્ટ પ્રિ નવરાત્રી મહોત્સવના આ આયોજનમાં એન્કર તરીકે ક્રિશી ઠક્કર હતા તથા સિંગર મનોજ ચાવડા , અજય ગઢવી અને હિના શેલની એ સુરો રેલાવ્યા હતા જ્યારે જીત ગઢવી દ્વારા મ્યુઝિક રિધમ આપવામાં આવ્યું હતું. સમગ્ર અયોજનને સફળ બનાવવા માટે ભાસ્કર પૈજા, મહેશ ગઢવી, રાહુલ કવૈયા, જય કક્કડ, મનીષ ભોજાણી, કમલ પ્રજાપતિ, વિશાલ અંબાણી, પ્રતીક શેરશિયા, અર્જુન ઉઘરેજા, રવી માકાસણા, ભાસ્કર કાનાબાર, જૈનમ મકવાણા, મેહુલ કૈલા, દિવ્યા રાવલ, ઉત્સવ ચંદે, ક્રિષ્નાઉમરાણીયા, અમિષા રાછ તથા ભૂમિ સોમૈયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.