માતાના મઢે સેવા અર્થે ગયેલા યુવાન ડેમમાં ડૂબી ગયો હોવાની જાણ થતા અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા મોરબી : માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા અર્થે ગયેલા સેવાભાવી યુવાનનુ નખત્રાણા ડેમમા ડૂબી જવાથી મોત નિપજયુ હતું. બનાવના પગલે મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ ત્યાં દોડી ગયા અને મૃતદેહને પરત લાવવાની વ્યવસ્થા કરવામા આવી હતી. માતા ના મઢ જતા પદયાત્રીઓની સેવા અર્થે ગયેલ સેવાભાવી યુવાન નરેશ ભાઈ મોહનભાઈ દાયલોટનુ ડેમમા ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ ત્યારે ઘટનાની જાણ થતા મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીન ઘેલાણી, વિપુલ પંડીત, હરીશ ભાઈ રાજા, પપ્પુ ભાઈ ચંડીભમ્મર, જયેશ ભાઈ કંસારા, જીતુ ભાઈ પુજારા, વિશાલ ગણાત્રા સહીતના નખત્રણા દોડી ગયા હતા. જ્યાં સ્થાનિક લોહાણા અગ્રણી નંદરામ ભાઈ, બ્રહ્મ સમાજ અગ્રણી અનિલ ભાઈ રાજગોર, પાસ કન્વીનર નૈતિક ભાઈ પટેલની મદદ થી મૃતદેહને સિવીલ હોસ્પીટલ મુકામે લઈ જઈ મેડીકલ ફોર્માલીટી પૂર્ણ કરી મૃતક રાજકોટ નિવાસી હોય મૃતદેહ ને પહોંચાડવા માટે વ્યવસ્થા કરવા મા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા પદયાત્રા દરમિયાન ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામા આવી રહી છે ત્યારે યુવાનના મૃત્યુની જાણ થતા જ આગેવાનો નખત્રણા દોડી ગયા હતા.