ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યુવાને ગાળો બોલવાની ના પાડતા પતિ, પત્ની અને બહેને મળીને યુવાનને ઢીબી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ટંકારાના હડમતીયા ગામના સાગર દિલીપભાઈ સોલંકી ઉ.વ. ૨૪એ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેને ગાળો બોલવાની ના કહેતા પારસ કિશોર વિંઝુડા, કાજલ પારસ વિંઝુડા અને શ્રદ્ધા કિશોર વિંઝુડાએ મળીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.