હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે કન્ટ્રકસન સાઇટ ઉપર બે બાળમજૂરોને કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે શ્રમ અધિકારીએ પગલાં ભરી બન્ને બાળકોને મુક્ત કરાવી બાંધકામ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. મોરબીના શ્રમ આયુક્ત કુણાલ કે શાહે બીલાવળ અશોકભાઇ ચુનીયા રહે. સાયલા તા. સાયલા જી. સુરેન્દ્રનગર તથા હીતેશભાઇ ઇશ્વરભાઇ નીર્મલ રહે. સુરેન્દ્રનગર તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર વિરુદ્ધ ચાઇલ્ડ એડોલસન્ટ (પ્રોહીબીશન એન્ડ રેગ્યલેશન) એકટની કલમ ૩, ૭ તથા ૧૪ મુજબ ગુન્હો નોંધાવ્યો છે. બન્ને આરોપીઓએ શ્રીજી કન્ટ્રકશનના માલીક તથા મુકાદમ નાઓએ મળી નાની ઉમરના બાળક પાસે બાળ મજુરી કરાવી ગુનો કરતા આ મામલે એસ.એ. મકરાણી એ.એસ.આઇ હળવદ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.