પડધરી તાલુકાના ખાખળાબેલા ગામે રહેતા પતિ સહિતના ૫ સસરીયા સામે નોંધાતો ગુનો ટંકારા : ટંકારાના હળમતિયા ગામની યુવતીને પડધરી તાલુકાના ખાખળાબેલા ગામ રહેતા સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સાસરિયા પક્ષના ૫ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા તાલુકાના હળમતિયા ગામના રેખાબેન હર્ષદભાઈ ચૌહાણે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પડધરી તાલુકાના ખાખળાબેલા ગામે રહેતા તેઓના પતિ હર્ષદ ચૌહાણ, સસરા ભલા ચૌહાણ, સાસુ ભાનુબેન ચૌહાણ, દાદાજી સસરા રામજી ચૌહાણ અને નણંદ નયના ચૌહાણ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી નાની નાની વાતમાં મારકુટ કરવામાં આવે છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.