મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા ખેડૂતો અને સરપંચોને પાકવીમા અંગે માર્ગદર્શન આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાક વીમા દ્વારા વિશેષ જાણકારી અપાઈ હતી. આજરોજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુંબલ દ્વારા મોરબી અને માળિયાના સરપંચો, ખેડુત ખાતેદાર તેમજ મંડળીના પ્રમુખોને મગફળી અને કપાસના પાક વીમા માટે માહિતગાર કરવા અને માર્ગદર્શન આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત સૌને યોજનાકીય બાબતોથી માહિતગાર કરવામાં આવેલ અને પાક વીમા યોજના અંગેની સંપૂર્ણ જાણકારી તથા માર્ગદર્શન તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યું હતું