કચ્છ હાઇવે ઉપર હરિપરના પાટિયા નજીક સેવાકેમ્પ મોરબી : માળીયા દેવસોલ્ટ કંપની દ્વારા માં આશાપુરા માતાજીના ધામ જતા પદયાત્રિકો માટે દરવર્ષેની જેમ આ વર્ષે પણ હરિપરના પાટિયા નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા ગ્રુપ અને દેવ સોલ્ટ દ્વારા હરીપર પાટિયા નજીક સતત ૧૦ વર્ષેથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, આ પદયાત્રિક સેવા કેમ્પમાં ચા - પાણી, નાસ્તો, જમવાની સુવિધાની સાથે સાથે મેડીકલ સુવિધા તેમજ આરામની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વધુ વિગતો માટે દયારામભાઈ મો. ૯૮૨૫૨૪૬૫૫૧, અશ્વિનભાઈ મો. ૯૮૨૪૧૮૯૧૪૩, દિલિપસિહ મો. ૯૯૭૯૧૦૦૩૩૩ તથા વિવેક ધૃણા મો. ૯૮૯૮૯૬૧૫૯૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.