મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરી કરેલા બાઈક સાથે એક શખ્સને ભક્તિનગર સર્કલ પાસેથી પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરના ઢાળીયા નજીક ચોરાઉ બાઈક સાથે વિજય ઉર્ફે વસૂલી મોહનભાઈ રાઠોડને ઝડપી પાડયો હતો. બાદમાં શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેને ગાંધી ચોક મેલડી માતાના મંદિર સામેના ગ્રાઉન્ડમાંથી આ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.