મોરબીના ૫૦ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં મોરબી : મોરબીમાં ચાલુ સીઝનમાં સ્વાઇન ફ્લુના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ગઈકાલે વાંકાનેરના કેરાળાની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટીવ આવ્યા બાદ આજે રવાપર રોડ પર રહેતા મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં ચાલુ સીઝનમાં આજે વધુ એક કિસ્સો પોઝિટિવ નોંધાતા કુલ કેસની સંખ્યા ૪ થઈ છે જેમાં એક પુરુષ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે અને ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. દરમિયાન આજે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ૫૦ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સ્વાઇન ફ્લુના કિસ્સા રોજે - રોજ વધી રહ્યા છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશ વોર્ડ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે છતાં સ્વાઇન ફ્લૂના ચારેય કિસ્સામાં દર્દીઓએ મોરબીની સરકારી કે ખાનગી હોસ્પીટલને બદલે રાજકોટ સારવાર લેવાનું મુનાસીબ માન્યું છે !