1) મોરબીના લાલપરમાં મારામારી મોરબી : મોરબીના લાલપર ગામે તાજ નળિયાંના કારખાનામાં બે પરિવાર વચ્ચે મારામારી થતા ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ લાલપરમાં તાજ નળિયાંના કારખાનામાં રહેતા સુનીલભાઈ દાનાભાઈ વાણવી ઉવ.૫૮ તથા તેમના પત્ની ઉપર (૧) શાંતાબેન સોદરવા (ર) દિનેશ સોદરવા (૩) કારુ જીવા વેગળા તથા (૪) ચંદુભાઈ રહે.બધા તાજનળીયાના કારખાના વાળાઓએ કોઈ કારણોસર હુમલો કરી લોખંડની એન્ગલ વડે પગમાં ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ છે. 2) મોરબી : જેતપર નજીક કાર હડફેટ મોટર સાયકલ ચાલકને ઇજા મોરબી : મોરબી - માળીયા હાઇવે પર જેતપર નજીક મુસ્તાકભાઇ આદમભાઇ કટીયા ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-માળીયા ટેલીફોન એકસેન્જ ની બાજુમા વાગડીયા ઝાપા પાસે તા-માળીયા મીયાણા વાળાને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા ઇજાઓ પહોંચી હતી, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 3) માળીયાના વવાણીયામાં જુના મનદુઃખમાં ધોકા વારી માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે જુના મનદુઃખના ડખ્ખામાં ચાર શખ્સોએ એક સંપ કરી હુમલો કરતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા માનસંગભાઇ માધવભાઇ સુરેલા, ઉવ-૨૨ અને અન્ય એક વ્યક્તિને (૧) ભરતભાઇ કાનજીભાઇ (૨) સામજીભાઇ ભુજાભાઇ (૩) કાનજીભાઇ ભુજાભાઇ (૪) મકાભાઇ કાનજીભાઇ અગેચાણીયા રે બધા વવાણીયા કોળીવાસ વાળાઓએ એક સંપ કરી હુમલો કરી ધોકા પાઇપ વતી માર મારતા માળીયા (મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 4) માળીયા હાઇવે પર સરવડ નજીક ટ્રકે હડફેટ લેતા મોરબીનો યુવાન ઘાયલ મોરબી : માળીયા - જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક જીજે ૩૬ ટી.૫૧૪૫ નંબરના ટ્રક ચાલકે ભાવિનભાઇ રમેશગીરી ગોસાઇ, ઉ.વ.૨૮ ધંધો કમ્પ્યુટર રીપેરીંગ રહે મોરબી એ ડીવીઝન પોલીસ લાઇન વાળાને હડફેટ લઈ ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.