વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કડક પગલાં ભરવા માંગ મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હળવદમા બજરંગ દળ સંયોજક પર થયેલ હુમલા સંદર્ભે જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી ઘટનાની તટસ્થ તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી. હળવદમા બજરંગ દળ સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર પર હીંચકારો હુમલો કરવામા આવ્યો હતો જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજરોજ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટરને ઘટનાની તટસ્થ તપાસ થાય તેમજ આરોપીઓ સામે તુરંત જ કાર્યવાહી થાય અને કડક મા કડક સજા થાય તે મુદે જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું. આ તકે વિહીપ સંયોજક પ્રવિણભાઈ ત્રિવેદી, વિહીપ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પુજારા, વિહીપમંત્રી નિર્મિત કક્કડ, વિહીપ કાર્યવાહક ગીરીશભાઈ ઘેલાણી, બજરંગ દળ અધ્યક્ષ કમલ દવે, સંયોજક જીજ્ઞેશ મિસ્ત્રી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.