હળવદ : માં આશાપુરા ધામ માતાના મઢ જતા પદયાત્રિકો માટે હળવદ માળીયા હાઇવે ઉપર જુના દેવળીયા ગામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માતાના મઢ જતા પદયાત્રિકો માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ જુના દેવળીયા ગામ સમસ્ત દ્વારા હાઇવે પર સેવા કેમ્પ યોજવામાં આવે છે જેમાં ગઈકાલે આ પદયાત્રિક સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જુના દેવળીયા ગામે શરૂ કરાયેલ આ કેમ્પમાં ન્હાવા, ચા, પાણી, નાસ્તો, પ્રાથમિક મેડિકલ સારવાર સહિતની સુવિધા ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.