ગાંધી જયંતિએ હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ પૂર્વે પંચાસર રોડ ઉપર જાહેર મિટિંગ મોરબી : મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે બીજી ઓક્ટોબરે હાર્દિક પટેલ બગથળા ગામે પ્રતીક ઉપવાસ આંદોલન કરનાર છે ત્યારે તે પૂર્વે આગામી તા. ૨૯ ને શનિવારના રોજ રાત્રે ગોપાલ ઇટાલિયા, ગીતાબેન પટેલ સહિતના પાસ આગેવાનો મોરબીમાં મિટિંગ ગજાવશે. મોરબી પાસ દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલ યાદી મુજબ મોરબી જીલ્લાના બગથળા ગામે બીજી ઓક્ટોબરના રોજ હાર્દીકભાઈ પટેલ પ્રતીક ઉપવાસમાં બેસવાના હોય ત્યારે એમના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે મોરબીના રાજનગર, પંચાસર રોડ ખાતે, મોરબી જીલ્લાના તમામ તાલુકા અને ગામડાના આગેવાન તેમજ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ મીંટીંગનું આયોજન કરેલ છે. આ બેઠકમાં તમામ ખેડુત આગેવાનો અને પાટીદાર યુવાનોએ આ મીંટીંગ મા હાજરી આપવા અપીલ કરી પાસ દ્વારા જણાવાયું હતું કે મિટીંગમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પાસ કન્વીનર ગીતાબેન પટેલ, અમદાવાદ પાસ કન્વીનર ગોપાલભાઈ ઇટાલીયા અને જયેશભાઈ પટેલહાજર રહશે અને મિટિંગ સંબોધન કરશે. જેથી મોરબી જિલ્લાના તમામ પાટીદારોને પંચાસર રોડ ઉપર મહાદેવ પાનની બાજુમાં રાજનગર ખાતે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને વઘુ માહીતી માટે કોન્ટેક નંબર, ૯૮૨૫૫ ૨૩૪૯૦ ઉપર સંપર્ક કરવા મોરબી જીલ્લા પાસ સમીતીની યાદીમાં જણાવાયું છે.