સોનમ ક્લોક અને ક્યુટોન સીરામીકની જાહેર ખબર સ્ટેડિયમમાં મોરબી : તળિયા, નળિયાં અમે ઘડિયાળ માટે જાણીતા મોરબી શહેરની કંપનીઓ હવે વૈશ્વિક લેવલે છવાઈ છે, હાલમાં યુએઈમાં રમાઈ રહેલ એશિયાકપ ક્રિકેટ મેચમાં મોરબીની બે કંપનીઓની જાહેર ખબર ક્રિકેટ સ્ટડીયમમાં ચમકી છે. યુએઈમાં ચાલી રહેલ એશિયા કપ ક્રિકેટ મેચમાં મોરબીની સોનમ ક્લોક અને ક્યુટોન સીરામીક નામની કંપનીની જાહેર ખબર એશિયા કપ ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચમકી છે, ક્રિકેટ મેચ દરમિયાન અવાર નવાર બન્ને કંપનીઓની જાહેર ખબરની ઝલક આવતા જ મોરબીવાસીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ છે.