પદયાત્રીઓને ૪ થી ૮ ઓક્ટોબર દરમિયાન ૨૪ કલાક વિશેષ સુવિધાઓ અપાશે મોરબી : મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા આગામી તા.૪ થી ૮ ઓક્ટોબર સુધી ભુજ નજીક પદયાત્રીઓ માટેના સેવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ ઉપ્લબ્ધ કરવામાં આવશે. મોરબીના ગ્રીનચોક ખાતેના આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભુજથી ૧૩ કિમીના અંતરે દૂધઇ રોડ પર કંઢેરાઇના પાટિયા પાસે, પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૨૪ કલાક રહેવા, જમવા, ચા- નાસ્તો તેમજ મેડિકલ સેવા ઉપ્લબ્ધ કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ ઉભડિયા, પ્રફુલભાઈ સોની, મનુભાઈ બરાસરા, પારસભાઈ પટેલ અને હીમાંશુભાઈ પારેખ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.