મોરબી : સામાજિક તેમજ સેવાકીય કાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગતસિંહની પ્રતિમાને દૂધ અભિષેક અને ફુલહાર કરી વીરાંજલિ આપવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વીર સપુત ભગતસિંહજીના જન્મદિવસ નિમિતે ભગતસિંહની પ્રતિમાને પ્રતિકરૂપે દૂધ અભિષેક કરી ફૂલહાર કરી વીરાંજલી આપવામાં આવી હતી. આ સાથે મોરબીવાસીઓને મીઠાઈઓ વેહચી અને વધાયું આપવામાં આવી હતી.તેમના જેવી વિરલ વ્યક્તિ પાછી આ ભારત દેશની પાવન ધરતી પર અવતરે તેવી પ્રાથના કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..આ ઉજવણીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારી સહીત સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='33298,33299,33300']