વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીના ખાનપર નજીક આવેલી જીનયસ વિદ્યાલયે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર દેખાવ કર્યો હતો. શાળાને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. ગોળા ફેંક U-૧૭માં કાસુન્દ્રા વિરાગ, ૮૦૦ મીટર દોળ U-૧૭માં વેગળ રવિ,ચક્ર ફેંક U-૧૪માં ગામી ચિંતન, લાંબી કૂદU-૧૪માં ડાવેરા ધ્રુવી,ઊંચી કૂદ U-૧૪માં ઘોડાસરા ગોપી,૬૦૦ મીટર દોળ U-૧૪માં ગોગરા મિતલ અને ભાઈઓમાં શેરસિયા નયન કે જેવો એ આ બધી રમતોમાં પ્રથમ નંબર મેળવી પોતાનું અને જીનીયસ વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. તે બદલ જીનીયસ વિદ્યાલયના સ્પોર્ટસ ટીચર આકાશભાઈ અને જીનીયસ વિદ્યાલયના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી છે.હવે આ દરેક વિદ્યાર્થીઓ હળવદ મુકામે જિલ્લા કક્ષા ની સ્પર્ધામાં ભાગ લેશે.