મોરબીના જય માં આશાપુરા યુવક મંડળનું આયોજન મોરબી : મોરબીના જય માં આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે માળિયાના ભારતનગર ગામે આગામી તા.૩૦મીથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવશે. નવરાત્રિના પાવન પર્વે સૌરાષ્ટ્ભમાંથી મોટી સંખ્યમાં ભાવિકો કચ્છ ખાતે આવેલા માં આશુપુરાના પવિત્ર ધામ એવા માતાના મઢે પગપાળા જતા હોય છે. ત્યારે રસ્તામાં આ ભાવિકોને અગવડતા ન પળે તે માટે કેમ્પનું દર વર્ષે આયોજન થતું હોય છે.તેવી જ રીતે મોરબીના સો ઓરડી વિસ્તારના જય માં આશાપુરા યુવક મંડળ દ્વારા આગામી તા. ૩૦થી માળિયાના ભારતનગર ગામે સેવા કેમ્પ શરૂ કરવામાં આવશે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને ચા,કોફી, નાસ્તો તેમજ જમવાનું આપવામાં આવશે. આ સાથે ન્હાવાની તેમજ મેડીકલની સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવશે. આ સેવા કેમ્પ માટે નાનજીભાઈ ચાવડા, ગોપાલભાઈ સોલંકી અંશ ગૌતમભાઈ સોલંકી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.