પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર - ૬ માં ભાજપમાં ત્રણેય ઉમેદવાર વિજેતા સાથે ભગવો લહેરાયો મોરબી : મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં આજે હાથ ધરવામાં આવેલી મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં વોર્ડ નંબર - ૬ માં ભાજપના ત્રણે ત્રણ ઉમેદવાર જંગી બહુમતીથી ચટાઈ આવતા મોરબી પાલિકામાં હવે સતા પરિવર્તન નિશ્ચિત બન્યું છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં હાથ ધરાયેલ મતગણતરીમાં વોર્ડ નંબર - ૬ માં ૧૪ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મીનાબેન હડીયલને ૨૯૪૬, સુરભીબેન ભોજાણીને ૨૭૮૧ અને હનીફભાઈ મોવરને ૨૬૨૩ મત મળતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો. સામાંપક્ષે કોંગ્રેસના ઉમેદવાર ગુણવંતીબેન પરમારને ૧૦૫૯, જયદીપભાઈ કણઝારિયાને ૧૦૩૯, અને ભાવનાબેન સારલાને માત્ર ૮૫૭ મત જ મળતા કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આમ, મોરબી પાલિકામાં વોર્ડ નંબર - ૧ માં ભાજપના પ્રભુભાઈ ભૂત, સંગીતાબેન બુચ અને વોર્ડ નંબર - ૩ માં ભાજપના પ્રવીણાબેન ત્રિવેદી વિજેતા બન્યા બાદ વોર્ડ નંબર - ૬ માં ભાજપમાં તમામ ઉમેદવારો વિજેતા બનતા મોરબી પાલિકામાં ભાજપની સભ્ય સંખ્યા ૨૦ માંથી ૨૬ થતા હવે પાલિકામાં સતા પરિવર્તન થાય તેમ હોવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33143,33142,33155,33153,33154']